કાનૂન વિશેની માહિતી સેમિનાર

શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ સંચાલિત ફિલ્ડમાર્શલ કન્યા છાત્રાલય અને ગોવાણી છાત્રાલય માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, હેલ્પલાઇન 1098, તેમજ દેવાંશી ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં સાઇબર ક્રાઇમ ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા દીકરીઓ માટે અલગ અલગ કાનૂન વિશેની માહિતી ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી હતી.

આ સેમિનારમાં પેરા લીગલ વોલેન્ટિયર એવા કવિતાબેન ટાંક, ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 ના દેવાંશીબેન પંડ્યા, સાઇબર ક્રાઇમ પીએસઆઇ એવા કાજલબેન વરીયા તેમજ છાત્રાલય મહિલા કમિટી આતકે હાજર રહી હતી.