કેન્સર અંગે ની જાગૃતિ નો સેમિનાર

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ દ્વારા કેન્સર અંગે ની જાગૃતિ નો સેમિનાર યોજવામાં આવ્યો. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં મહિલા સંગઠનના બહેનોએ ભાગ લીધો હતો. કુંડારિયા ફાઉન્ડેશન ના ડૉ. ભાણજી ભાઈ કુંડારિયા દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી.શાબ્દિક સ્વાગત મહિલા સંગઠન મંત્રી કિરણબેન માકડિયા એ કર્યું જ્યારે આભાર વિધિ મહિલા સંગઠન પ્રમુખ હેતલબેન કાલરીયા એ કરી અને કાર્યક્રમનું સંચાલન ધ્રુવીબેન માકડિયા એ કર્યું હતું.આ કાર્યક્રમમાં સંગઠન ના ચેરમેન નિલય ડેડાણીયા, યુવા સંગઠન પ્રમુખ ડેનિશ કાલરીયા,કુંડારિયા ફાઉન્ડેશન ના શાન્તિભાઈ ફડદુ, ડૉ. રાધિકા જાવિયા અને ડૉ.પ્રદીપ કણસાગરા ઉપસ્થિત રહ્યા હતા