ખરશીલા (પ્રથમ પિંક પથ્થર) ના પૂજનનો કાર્યક્રમ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન –રાજકોટ (ઉમિયાધામ જસવંતપુર) ખાતે પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ની આગેવાની માં સમગ્ર ટ્રસ્ટી મંડળ,કારોબારી સભ્યો,દાતાશ્રી તેમજ સંગઠન ના હોદ્દેદારોની હાજરીમાં મંદિર નિર્માણ ના ભાગ રૂપે ખરશીલા (પ્રથમ પિંક પથ્થર) ના પૂજનનો કાર્યક્રમ તા.૧૨/૧૧/૨૫ ના રોજ સંપ્પન થયો.આ પૂજનના યજમાંન તરીકે નિર્મલભાઈ સવજીભાઈ ભેંસદળિયા પરિવાર જોડાયા હતા.પૂજનના અંતે ભોજન પ્રસાદ ની સેવા શ્રી મગનલાલ જસમતભાઈ ધીંગાણી પરિવાર તરફથી હતી.🙏🏻