

ચાઈલ્ડ ડેવલપમેન્ટ સમર વેકેશન કેમ્પ
શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ, મહિલા સંગઠન આયોજિત ચાઈલ્ડ ડેવલપમેન્ટ સમર વેકેશન કેમ્પનું સફળતાપૂર્વક 19-5 -2025 ના રોજ સમાપન કરવામાં આવ્યું હતું. આ 10 દિવસ ચાલનારા સમર વેકેશન કેમ્પમાં બાળકો જ્ઞાન સાથે ગમ્મત અને પોતાના વ્યક્તિત્વના વિકાસની મજબૂત બુનિયાદ નિર્માણ કરે તે માટે આ ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં બાળકોના આધ્યાત્મિક વિકાસ, શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, સામાજિક વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ ને સાંકળી લેતો આ સમર કેમ્પમાં *70* જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો. આ સમર કેમ્પમાં અંતિમ દિવસે દરેક ભગલેનાર બાળકોને શીલ્ડ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજના દિવસે મુખ્ય મહેમાન તરીકે સરોજબેન મારડિયા કે જેઓ ઉમિયાધામ સીદસર મહિલા સંગઠન સમિતિના સૌરાષ્ટ્ર ઝોન ના પ્રમુખ છે, તેમજ ભારતીબેન જે ઉડાન સ્કૂલના પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટી સંજયભાઈ કનેરિયા, કિરણબેન માકડીયા,હર્ષાબેન કાલરીયા તથા મંજુબેન કટારીયા, રીનાબેન કટારીયા, આરતીબેન કાલરીયા, R.T. E ની ટીમ તેમજ યુવા સંગઠન ટીમ અને મહિલા સંગઠન ટીમ હાજર રહી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કો-ઓર્ડીનેટર ધ્રુવીબેન માકડીયા ઇન્ચાર્જ સોનલબેન ડેડકિયા તેમજ ટીચર તરીકે સેવા આપનાર કિરણબેન ફળદુ, હેતલબેન પરવાડીયા, રેશ્માબેન સારણીયા, ,શીતલબેન ખાટ તથા મહિલા સંગઠન ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ વિશેની માહિતી ડેનિશભાઈ કાલરીયા એ આપી હતી.


