

બાલ ચિત્ર સ્પર્ધા
શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) દ્વારા 18-01-26 ના બાલ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાલ ચિત્ર સ્પર્ધા 4 ગ્રુપમાં કરવામાં આવી હતી જેમાં દરેક ગ્રુપની અંદર કુલ 50 એમ ટોટલ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ચિત્ર સ્પર્ધામાં ચિત્રના વિશેષજ્ઞ શિક્ષક દ્વારા તમામ ચિત્રોનું નિરીક્ષણ કરી ક્રમ આપવામાં આવ્યા હતા.
આ ચિત્ર સ્પર્ધામાં દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 1 થી 3 ક્રમના વિદ્યાર્થીઓને પણ શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


