

મહિલા દિન ની ઉજવણી
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ દ્વારા મહિલા સંગઠનની ટીમે મહિલા દિન ની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના ટ્રસ્ટી કીનાબેન કણસાગરા, ઈલાબેન માંડવીયા, રમાબેન કણસાગરા તથા આમંત્રિત મહેમાન એવા હેડ કોન્સ્ટેબલ દિવ્યાબેન બારૈયા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કોર ગ્રુપના બહેનો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ એક ક્વિઝ
નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષાબેન કાલરીયા તથા આભાર વિધિ કિરણબેન ફળદુ એ કરી હતી.

