મહિલા સમર કેમ્પ

તારીખ 21-4-2025 થી 30-4-2025 ના રોજ શ્રી પટેલ સેવા સમાજ મહિલા સંગઠન દ્વારા મહિલા સમર કેમ્પ યોજાયો હતો.

આ દસ દિવસ ચાલનાર સમર કેમ્પમાં મહિલા શિક્ષક દ્વારા *માચી વર્ક, લીપણ આર્ટ, વારલી આર્ટ, મેંદી વર્ક, બ્યુટી પાર્લર* જેવી અનેક મહિલા ઉપયોગી પ્રવૃત્તિ શીખવાડવામાં આવી હતી.

આ મહિલા સમર કેમ્પ ની અંદર કુલ *૧૮૦* મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના અંતિમ દિવસે શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) તેમજ શ્રી પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ નંદલાલભાઈ માંડવીયા દ્વારા શિક્ષિકાઓને સન્માન પત્રક અને ભાગ લેનાર મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાન હેડ કોન્સ્ટેબલ મનીષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના કો-ઓર્ડીનેટર હેતલબેન કાલરીયા તેમજ ઇન્ચાર્જ પુષ્પાબેન સાપરિયા તથા સમગ્ર મહિલા ટીમે જેહમત ઉઠાવી હતી.