મહિલા સમર કેમ્પ

તારીખ : 26/4/2026 થી 5/5/2026 ના રોજ શ્રી પટેલ સેવા સમાજ મહિલા સંગઠન દ્વારા મહિલા સમર કેમ્પ યોજાયો હતો.

આ દસ દિવસ ચાલનાર સમર કેમ્પમાં મહિલા શિક્ષક દ્વારા *માચી વર્ક, રેસા વર્ક, ફેબ્રિક પેન્ટિંગ,મેંદી વર્ક, બ્યુટી પાર્લર* જેવી અનેક મહિલા ઉપયોગી પ્રવૃત્તિ શીખવાડવામાં આવી હતી.

આ મહિલા સમર કેમ્પ ની અંદર કુલ *220* મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના અંતિમ દિવસે શ્રી પટેલ સેવા સમાજ દ્વારા શિક્ષિકાઓને સન્માન પત્રક અને ભાગ લેનાર મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતુ.

આમંત્રિત મહેમાન આઝૂમીબેન પાચાણી, ઉમિયા માતાજી સંસ્થાન ના ટ્રસ્ટી કીનાબેન કણસાગરા , રમાબેન કણસાગરા પટેલ સેવા સમાજના ટ્રસ્ટી કિરણબેન માકડીયા, હર્ષાબેન કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ભૂમિબેન પટેલ તેમજ ઇન્ચાર્જ નીપાબેન મકવાણા તથા સમગ્ર મહિલા ટીમે જેહમત ઉઠાવી હતી.