મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન 

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – રાજકોટ દ્વારા મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – રાજકોટ દ્વારા તારીખ ૯ /૩/૨૦૨૫ ના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.
શ્રી કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટની મેડિકલ ટીમની આગેવાનીમાં મગજ – હૃદય – હાડકા – જનરલ ફિઝિશિયન – વા- સાંધા, સ્ત્રીરોગ, બાળ રોગ, આંખ જેવા વિવિધ ૧૮ થી વધુ પ્રકારના તજજ્ઞ ડોક્ટરોl🩺 હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ ની આગેવાનીમાં સંસ્થાના ટ્રસ્ટી / કારોબારી / સંગઠન સમિતિ અને યુવા અને મહિલા સંગઠનની ટીમ તેમજ ડોક્ટરની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી માતાજીની આરતી કરી કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કેમ્પના મુખ્ય દાતા શ્રી તરીકે શ્રી ઉમિયા મંડપ ડેકોરેશનના નરેન્દ્રભાઈ દેસાઈ અને શૈલેષભાઈ દેસાઈ તેમજ સહયોગીદાતા શ્રી નંદલાલ ભાઈ માંડવીયા, શીવ લાલભાઈ ઘોડાસરા, મગનભાઈ ધીંગાણી, જે.ટી. ફળદુ, કાંતિભાઈ મકાતી, કિશોરભાઈ ઘોડાસરા, સંજયભાઈ કનેરિયા, અને ગુણ ભાઈ શાહ નો સંસ્થા વતી ધ્રુવીબેન માકડીયા એ આભાર માન્યો હતો.
સંસ્થાની વિવિધ પ્રવૃત્તિ અંગે ડેનિશભાઈ કાલરીયા એ માહિતી આપી હતી. રાજકોટ શહેરમાં વસતા 1,000 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ ને સફળ બનાવવા માટે આરોગ્ય સમિતિના પિયુષભાઈ કણસાગરા અને કિરણબેન માકડીયા ની આગેવાનીમાં સમગ્ર સંગઠનની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.