
સમર કેમ્પ
શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) મહિલા સંગઠન આયોજિત મહિલા સમર કેમ્પને તારીખ 26-4-2026, રવિવારના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ સમર કેમ્પ નો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ પોતે પગભર, સ્વાવલંબી બને અને પરિવારમાં અને સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે અલગ અલગ ગૃહ ઉદ્યોગના ક્લાસ શીખવાડવામાં આવશે.
આ ક્લાસમાં માચી વર્ક, મેંદી વર્ક, બ્યુટી પાર્લર, ફેબ્રિક પેઇન્ટિંગ, સાડી રેસા વર્ક જેવા ગૃહ ઉપયોગી વર્ક શીખવાડવામાં આવશે.

