સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ મોરબી 4-09-25

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયા ધામ – જશવંતપુર)દ્વારા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે.

મોરબી શહેરમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા.4-09-25 ના રોજ લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજો માળ, સમયના ગેટની બાજુમાં મોરબી ખાતે કરવામાં આવેલ હતું.

આ પ્રોગ્રામમાં 244 લોકોએ લાભ લીધો હતો.

રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયાધામ રાજકોટ યુવા સંગઠનના પ્રમુખ ડેનિશભાઈ કાલરીયા, મોરબી શહેર સમૂહ લગ્ન સમિતિના કાર્યકરો, ઉમિયાધામ રાજકોટ ધ્રુવીબેન માકડીયા ,નૂતનબેન સુરેજા, હેતલબેન કાલરીયા ,ક્રિષ્નાબેન દાવડા , નીલમબેન ડઢાણીયા તેમજ પિયુષભાઈ કણસાગરા અને સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.