સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ – મોરબી

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ – જશવંતપુર) દ્વારા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે.

મોરબી શહેરમાં

સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 1/11/2025 ના રોજ લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજો માળ, સમયના ગેટની બાજુમાં મોરબી ખાતે કરવામાં આવેલ હતું. આ પ્રોગ્રામમાં 440 લોકોએ લાભ લીધો હતો.

રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી શહેર સમૂહ લગ્ન સમિતિના કાર્યકરો, ઉમિયાધામ રાજકોટ ધ્રુવીબેન માકડીયા ,નૂતનબેન સુરેજા, તૃપ્તિબેન ગામી તેમજ સુરેશભાઈ અધેરા, સંદીપભાઈ દેપાણી અને સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.