સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ

શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 29-03-25 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું. આ પ્રોગ્રામમાં 300 લોકોએ લાભ લીધો હતો.
રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના ઇન્ચાર્જ ધ્રુવીબેન માકડીયા, મહિલા સંગઠન ના કિરણબેન માકડીયા,શીલાબેન કાલરીયા, નૂતનબેન સુરેજા, હર્ષાબેન કાલરીયા તેમજ યુવા સંગઠનના વિપુલભાઈ બોકરવાડીયા ની આગેવાનીમાં સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.