સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ

શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 31 – 05 – 25 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.

આ પ્રોગ્રામમાં 203 લોકોએ લાભ લીધો હતો.

રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં યુવા સંગઠનના પ્રમુખ ડેનિશભાઈ કાલરીયા એ કેમ્પની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના ઇન્ચાર્જ નુતનબેન સુરેજા, મહિલા સંગઠન ધ્રુવી બેન માકડીયા,શીલાબેન કાલરીયા, મધુબેન બેરા, પારુલ બેન કડીવાર જેહમત ઉઠાવી હતી.