

સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ 26-07-2025
શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 26-07 -25 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં 220 લોકોએ લાભ લીધો હતો.
રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સંગઠનના પ્રમુખ કિરણબેન માકડીયા , યુવા સંગઠનના પ્રમુખ ડેનિશભાઈ કાલરીયા ની આગેવાની માં કાર્યક્રમના કો-ઓર્ડીનેટર : ધ્રુવીબેન માકડીયા, ઇન્ચાર્જ : નૂતનબેન સુરેજા તેમજ શીલાબેન કાલરીયા, ભાવનાબેન કાલાવડીયા, ભાવનાબેન નરોડિયા તેમજ યુવા સંગઠનના વિપુલભાઈ બોકરવાડિયા અને સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.

