
સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ મોરબી 28-08-2025
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ દ્વારા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ અને કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન ના સહયોગથી મોરબી શહેરમાં સર્વાઇકલ વેક્સિનેશનનો કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પ ઉમિયાધામ-રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) તેમજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો.મનુભાઈ કૈલા તેમજ ઉમિયાધામ આરોગ્ય ની ટીમ અને મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ ના તમામ હોદ્દેદાર સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પમાં અંદાજે 260 વ્યક્તિઓએ વેક્સિન નો લાભ લીધો હતો.

