સેલ્ફ ડિફેન્સ ના ક્લાસીસ

તા. ૪-૬-૨૫ થી ૧૧-૬-૨૫ સુધી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ના ક્લાસીસ કરવામાં આવ્યા હતા.

દીકરીઓ સ્વરક્ષા કરી શકે અને પોતે સક્ષમ થઈ શકે તે હેતુથી પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા ૮ થી ૧૫ વર્ષની દીકરીઓ માટે આ ક્લાસ કરવામાં આવ્યા હતા.

આ ક્લાસ શચિનભાઈ ચૌહાણ સર દ્વારા કે જેઓએ અત્યાર સુધી ૫૦,૦૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓને કરાટેના ક્લાસ કરાવી ચુક્યા છે તેમના દ્વારા કરાટેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. કરાટે ના અંતિમ દિવસે તમામ દીકરીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

આતકે કોટડીયા યાદી (બ્રોન્સ મેડલ),અમૃતિયા ક્રિસ્ટી (બ્રોન્સ મેડલ) અને પીઠવા કાવ્યા (ગોલ્ડ મેડલ) ને *વાડો -કાઇ કરાટે ચેમ્પિયનશિપમાં* મેડલો એનાયત થયા હતા તેમનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ ના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ), શ્રી પટેલ પ્રતિ મંડળ ના ઉપપ્રમુખ સંજયભાઈ કનેરિયા તથા શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટી અને મહિલા સંગઠનના પ્રમુખ કિરણબેન માકડીયા તેમજ સમગ્ર મહિલા સંગઠનના હોદ્દેદાર બેનો અને ટીમ હાજર રહી હતી.