સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ

શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 27-09 -25 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં 172 લોકોએ લાભ લીધો હતો.

રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના કો-ઓર્ડીનેટર : ધ્રુવીબેન માકડીયા, ઇન્ચાર્જ : નૂતનબેન સુરેજા તેમજ કૃણાલબેન વાછાણી, વનિતા બેન ભાલોડીયા તેમજ યુવા સંગઠનના સુરેશ ભાઈ અધેરા અને સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી