સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ

શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે *સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું* આયોજન તા. ૨૮-૧૨-૨૪ ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં ભાઈઓ/બહેનોએ લાભ લીધો હતો.

રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૪ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ૧૫૩૧ જેટલા લાભાર્થી લોકો એ લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના ઇન્ચાર્જ કિરણબેન માકડીયા, હર્ષાબેન કાલરીયા,શીલાબેન કાલરીયા,પુષ્પાબેન સાપરિયા ,નૂતનબેન સુરેજા તેમજ યુવા સંગઠનના વિપુલભાઈ બોકરવાડીયા, ની આગેવાનીમાં સમગ્ર
ટીમે જેહમત ઉઠાવી હતી.