સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ

શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 25-01-25 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું. આ પ્રોગ્રામમાં 330 લોકોએ લાભ લીધો હતો.

રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના ઇન્ચાર્જ કિરણબેન માકડીયા મહિલા સંગઠન ના હેતલબેન કાલરીયા,ધ્રુવી બેન માકડિયા,નૂતનબેન સુરેજા,પુષ્પાબેન સાપરિયા શીલાબેન કાલરીયા તેમજ યુવા સંગઠનના વિપુલભાઈ બોકરવાડીયા અને નીતિન વાછાણી ની આગેવાનીમાં સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.