પ્રજાસત્તાક દિનની ઉજવણી

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ-જશવંતપુર) દ્વારા આજરોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

પર્વની ઉજવણીમાં ધ્વજવંદન કર્તા તરીકે શ્રી પટેલ પ્રતિ મંડળના પૂર્વ પ્રમુખ અને શ્રી પટેલ સેવા સમાજના પૂર્વ ખજાનચી એવા સમાજના મોભી છગનભાઈ વાઘજીભાઈ ભોરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ ના ટ્રસ્ટી સ્વ. શાંતિભાઈ ઠાકરશીભાઈ ફળદુ ને સમગ્ર ટ્રસ્ટી મંડળ અને કાર્યકર્તા દ્વારા બે મિનિટનું મૌન પાડી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.