

ઉમિયાધામ રાજકોટ (જશવંતપુર) નો શિલાન્યાસ મહોત્સવ
ઉમિયાધામ રાજકોટ (જશવંતપુર) નો શિલાન્યાસ મહોત્સવ તા.૪/૦૩/૨૫ ના રોજ સાધુ સંતો ની હાજરીમાં યોજાયો હતો.શ્રી ઉમિયા માતાજી,શ્રી રાધા કૃષ્ણ અને શ્રી શિવજી ના મંદિર ના શિલાન્યાસ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંતો એ જણાવ્યું હતું કે આ ઉમિયાધામ લોકોમાં સંસ્કાર સિંચન કરવાનું ઉત્તમ સ્થાન બનશે.આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન,શ્રી પટેલ સેવા સમાજ અને શ્રી પટેલ પ્રગતિ મંડળ ના ટ્રસ્ટીશ્રી,કારોબારી સભ્યશ્રીઓ અને સંગઠ્ઠન ની ટીમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

