

ડ્રીમ ક્રિએશન
તા. ૦૨/૦૫/૨૫ ના રોજ શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ ના મહિલા સંગઠન સમિતિ આયોજિત ડ્રીમ ક્રિએશન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસ ચાલનારા ડ્રીમ ક્રિએશનમાં ઘર વપરાશની ઘર ઉપયોગી ઘણી બધી અલગ અલગ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે.
આજના દિવસે શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) તેમજ શ્રી પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ નંદલાલભાઈ માંડવીયા, ઉપપ્રમુખ સંજયભાઈ કનેરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી એક્ઝિબિશનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના ઇન્ચાર્જ હર્ષાબેન કાલરીયા અને ગીતાબેન સાપરિયા તેમજ મહિલા સંગઠનની બહેનોએ જેહમત ઉઠાવી હતી.

