

ડ્રીમ ક્રિએશન
શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ મહિલા સંગઠન આયોજિત ડ્રીમ ક્રિએશન એક્ઝિબિશન નું આજરોજ સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ( ફિલ્ડમાર્શલ) અને એમના ધર્મપત્નિ કીનાબેન અરવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
એક્ઝિબિશન ની અંદર અલગ અલગ વિવિધ ઘર વપરાશની વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
એક્ઝિબિશનના ઇન્ચાર્જ હર્ષાબેન કલરીયા, ગીતાબેન સાપરિયા તેમજ મહિલા સંગઠનના પ્રમુખ કિરણબેન માકડીયા તથા મહિલા સંગઠનના હોદ્દેદારો આ તકે હાજર રહ્યા હતા.


