4100 ગરબાનું નિ:શુલ્ક વિતરણ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન -રાજકોટ (ઉમિયાધામ- જશવંતપુર) દ્વારા નવરાત્રીના પ્રથમ નોરતે રાજકોટ માં 6 અલગ અલગ જગ્યાએ માં ઉમિયા ના સાનિધ્યમાં પૂજિત 4100 ગરબાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ, રાજકોટ પૂર્વ,પાટીદાર ચોક, શાપર વેરાવળ, કલ્પવન અને રાજપથ એમ છ અલગ અલગ જગ્યાએ માતાજીના પૂજિત ગરબા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

માતાજીના આપુજીત ગરબા લોકોએ હર્ષ અને ઉલ્લાસની સાથે પોતાના પોતાના ઘરની અંદર સ્થાપના કરી નવ દિવસ સુધી માતાજીની પૂજા આરતી કરશે…