નૂતન વર્ષનુ સ્નેહમિલન

શ્રી પટેલ પ્રગતિ મંડળ રાજકોટ તેમજ સહયોગી સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ અને શ્રી પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા રાજકોટ માં વસતા કડવા પાટીદારો માટે નું નૂતન વર્ષ નુ સ્નેહ મિલન સ્પીડ વેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ ગયું.

સંસ્થા ના પ્રમુખ શ્રી નંદલાલભાઈ માંડવીયા અને શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા માતાજીની આરતીના યજમાન શ્રી પ્રભુદાસભાઈ કણસાગરા અને શ્રી શિવલાલભાઈ ઘોડાસરા પરિવાર તેમજ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન સંજયભાઈ પટેલ(ટ્રસ્ટી શ્રી K.P.S.N.A U.S) ની આગેવાનીમાં બહોળી સંખ્યા માં હાજર રહેલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી,કારોબારી સભ્ય,સંગઠન ટીમ અને પધારેલ સમાજ ના લોકોની હાજરીમાં નૂતન વર્ષ ના પહેલા પરોઢે માતાજીની આરતી કરી નવા વર્ષની ઉજવણી કરી હતી.