

સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ
શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 30/10/25 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં 135 લોકોએ લાભ લીધો હતો.
રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા એ ખાસ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સંગઠનના પ્રમુખ કિરણબેન માકડીયા ની આગેવાની માં કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ધ્રુવી બેન માકડિયા ઇન્ચાર્જ : નૂતનબેન સુરેજા, હર્ષાબેન કાલરીયા, હેતલબેન કાલરીયા, ગીતાબેન સાપરીયા, શીલાબેન કાલરીયા , પુષ્પા બેન સાપરિયા તેમજ સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.

