કેન્સર અને હિમોગ્લોબિન અવેરનેસ માટેનો સેમિનાર

શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ સંચાલિત ફિલ્ડમાર્શલ કન્યા છાત્રાલય અને ગોવાણી કન્યા છાત્રાલય માં કેન્સર અને હિમોગ્લોબિન અવેરનેસ માટેનો સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં મુખ્ય વક્તા ડો. ભાણજીભાઈ કુંડારીયા દ્વારા કેન્સર અને હિમોગ્લોબીન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમની સાથે ડો. કનુભાઈ પટેલ દ્વારા ઓરલ કેન્સર ની માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં ડો. પ્રદીપભાઈ કણસાગરા, કિશોરભાઈ કુંડારીયા, મહિલા સંગઠનના બહેનો તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.