૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) દ્વારા ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉજવણીમાં ધ્વજવંદન કર્તા, પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ પ્રભુદાસભાઈ કણસાગરા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ નંદલાલભાઈ માંડવીયા દ્વારા આદર્શ વેદિક લગ્નની માહિતી આપવામાં આવી હતી તથા ટ્રસ્ટી શ્રી મગનભાઈ ધીંગાણી દ્વારા પ્રજાસત્તાક દિન વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, મહિલા સંગઠનની ટીમ, યુવા સંગઠનની ટીમ તેમજ રાષ્ટ્ર પ્રેમી જનતા આ કાર્યક્રમમાં જોડાઈ હતી.