ચાઈલ્ડ ડેવલપમેન્ટ સમર વેકેશન કેમ્પ

શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ, મહિલા સંગઠન આયોજિત ચાઈલ્ડ ડેવલપમેન્ટ સમર વેકેશન કેમ્પનું સફળતાપૂર્વક 16-5 -2026 ના રોજ સમાપન કરવામાં આવ્યું હતું.

આ *10* દિવસ ચાલનારા સમર વેકેશન કેમ્પમાં બાળકો જ્ઞાન સાથે ગમ્મત અને પોતાના વ્યક્તિત્વના વિકાસની મજબૂત બુનિયાદ નિર્માણ કરે તે માટે આ ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં બાળકોના આધ્યાત્મિક વિકાસ, શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, સામાજિક વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ ને સાંકળી લેતો આ સમર કેમ્પમાં *93* જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો.

આ સમર કેમ્પમાં અંતિમ દિવસે દરેક ભાગ લેનાર બાળકોને ગિફ્ટ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આજના દિવસે મુખ્ય મહેમાન તરીકે ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટી કીનાબેન પટેલ અને રમાબેન કણસાગરા તેમજ પટેલ સેવા સમાજના ટ્રસ્ટી અને મહિલા સંગઠનના પ્રમુખ કિરણબેન માકડીયા, હર્ષાબેન કાલરીયા તેમજ યુવા સંગઠન ટીમ અને મહિલા સંગઠન ટીમ હાજર રહી હતી.

આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કો-ઓર્ડીનેટર ધ્રુવીબેન માકડીયા ઇન્ચાર્જ સોનલબેન ડેડકિયા, કિરણબેન ફળદુ તેમજ ટીચર તરીકે સેવા આપનાર હેતલબેન પરવાડીયા, રેશ્માબેન સારણીયા તથા મહિલા સંગઠન ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.