કાન ની બહેરાશ થી પીડિત ગરીબ દર્દીઓ માટે બહેરાશ નું નિદાન તથા કાન ની સમસ્યાઓ માટે ફ્રી નિદાન કેમ્પ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ- જસવંતપુર) ના ઉપક્રમે સ્પીડવેલ પાર્ટી પ્લોટ- રાજકોટ ખાતે તારીખ ૧૪/૬/૨૬ ને રવિવાર ના રોજ કાન ની બહેરાશ થી પીડિત ગરીબ દર્દીઓ માટે બહેરાશ નું નિદાન તથા કાન ની સમસ્યાઓ માટે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા. બહેરાશ થી પીડિત જરૂરિયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર પણ સંસ્થા દ્વારા આપવામાં આવશે. આ કેમ્પ માં સૌરાષ્ટ્ર નું ખ્યાતનામ ” વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ સેન્ટર ના નિષ્ણાત ઓડિયોલોજિસ્ટ ની ટીમ દ્વારા નિઃશુલ્ક હિયરીંગ ચેક અપ દ્વારા દર્દીઓને કાનની જનરલ સમસ્યાઓ અંગે તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા કેમ્પ ની સફળતા માટે ગરીબ દર્દીઓ પ્રત્યે પોતાનું યોગદાન આપીને આ સેવા કાર્ય કરીને એક સામાજિક જવાબદારી નિભાવી છે.