RTE માર્ગદર્શન માટેનો સેમિનાર

શ્રી પટેલ પ્રગતિ મંડળ- રાજકોટ (ફિલ્ડમાર્શલ વાળી) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ RTE માર્ગદર્શન માટેનો સેમિનાર શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) ખાતે યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા વાલીઓને RTE વિશેની અને તેમના જરૂરી દસ્તાવેજો માટેની વિસ્તૃત વિગત આપી ચર્ચા કરવામાં આવી હતી.

આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓની સાથે બાળકો પણ હાજર રહ્યા હતા.